ભાવનગર શહેર: બોરતળાવ નજીક કાળીયાબીડ વિસ્તારમાં લૂંટ અને મારામારીમાં ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ અન્ય ગુનાઓ હોવાનું ખુલવા પામ્યું
Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ રોડ બોર તળાવ નજીક કાળીયાબીડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા યુવક યુવતી પર હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. ભાવિ પતિ-પત્ની પર હુમલો કરી લૂંટ ચલાવી બે શખ્સો નાસી ચુક્યા હતા . જે મામલે પોલીસે ઝડપેલા હરેશ અને વિપુલ નામના શખ્સ સામે 10 થી વધુ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.