કડી: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થતા ગુજરાતના પૂ.ના મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
Kadi, Mahesana | Oct 3, 2025 ગુજરાત ભાજપ ના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા ની સર્વાનુમતે વરણી થતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મીડિયા થકી અભિનંદન પાઠવ્યા હતા. નીતિનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના નાગરિકોને કાર્યકર્તાઓ વિશેષ આનંદ છે,કારણ કે તેઓ મહેસાણાના પ્રભારી મંત્રી છે.તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સંઘન પ્રચાર કર્યો હતો.અને કાર્યકર્તા તેમજ નાગરિકો સાથે સારા સંબંધો પણ બનાવ્યા હતા.