માંગરોળ તાલુકાના ઝંખવાવ પોલીસ સ્ટેશન દ્વારા મકરસંક્રાંતિ પર્વની સુરક્ષિત રીતે ઉજવણી કરવા લોકોને માર્ગદર્શન અપાયું હતું જેમાં ખાસ ચાઈનીઝ દોરી ગ્લાસકોટેટ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવા સૂચન કરાયું હતું તેમ જ અગાસી પર પતંગ ચગાવતા બાળકોનું ધ્યાન રાખવામાં આવે પતંગ પકડવા દોડતા બાળકોનું ધ્યાન રાખવામાં આવે અને ખાસ ટુવીલ ઉપર સેફટી ગાર્ડ લગાવવા માટે અનુરોધ કરાયો હતો