આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્લ્ડ વ્હાઇટ કેન ડે જાગૃતતા કાર્યક્રમ આયોજિત થયો
Anand, Anand | Oct 16, 2025 વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી, માનવ વિદ્યા ભવન સ્થિત આદિ શંકરાચાર્ય હોલ પરિસરમાં વર્લ્ડ વ્હાઇટ કેન ડે જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ યુનિવર્સિટીમાં કાર્યરત સક્ષમ સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ઓફ "દિવ્યાંગજન" કમ્પોઝિટ રિઝનલ સેન્ટર દિવ્યાંગજન અને રાષ્ટ્રીય અંધજન મંડળ - આણંદના સંયુક્ત ઉપક્રમેમાં કરવામાં આવ્યું હતું.