ધનસુરા: ધનસુરામાં દિવ્યાંગો માટે રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કેમ્પનું આયોજન
ધનસુરાના બ્રહ્માણી મંદિર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્કિલ ટ્રેનિંગ મોબીલાઇઝેશન કેમ્પ યોજાયો. અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા બુટાલ અને અંધજન મંડળ અમદાવાદ દ્વારા આયોજિત આ કેમ્પમાં 60 દિવ્યાંગ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.