હાંસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળી આવતા ફફડાટ ફેલાયો છે.વન વિભાગે ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાં શેરડી કટિંગ દરમિયાન કામ કરતા શ્રમજીવીઓને અચાનક ખેતરમાંથી દીપડાનું બચ્ચું દેખાતા તેઓમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી.