વાલિયા: વાલિયા તાલુકાના ડહેલી ગામ ખાતે આમ આદમી પાર્ટીની કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક મળી હતી.
Valia, Bharuch | Sep 17, 2025 વાલિયા તાલુકાના ડહેલી ગામમાં આવેલ દશા માતાજીના મંદિર પાસે ડહેલી જિલ્લા પંચાયતની બેઠકને અનુલક્ષીને આમ આદમી પાર્ટીની કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક મળી હતી.જેમાં પ્રભારી સંદીપ વસાવા અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા સંગઠનને વધુ મજબુર કરવા સાથે પ્રજાલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં 100થી વધુ લોકોએ આપનો ખેસ પહેરી આપમાં જોડાયા હતા.