અમદાવાદ શહેર: બોપલ વકીલ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
બોપલ વિસ્તારમાંથી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલ વકીલ બ્રિજ પાસે ઉતરતા એક આઇસર વાહને એક વ્યક્તિને અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ એમ ડિવિઝન પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવાની તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે #rgujaratnews #ahmedabadnews #acc