ગોધરા: મોરવા હડફ તાલુકાના વાલૈયા ગામમાં આકાશી વીજળી પડતાં ગાયનું મૃત્યુ, પોલીસ ચોપડે નોંધાઈ ઘટના
મોરવા હડફ તાલુકાના વાલૈયા ગામમાં ૨ જુલાઈના રોજ ચોમાસાની ઋતુ દરમિયાન આકાશી વીજળી પડવાની કમનસીબ ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં બાંધેલી એક લાલ રંગની ગાય પર અચાનક વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વીજળીનો આંચકો એટલો તીવ્ર હતો કે ગાયે તુરંત જ દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે પશુપાલક સવિતાબેન બારીઆ દ્વારા મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.