ભુજ: એંન્કરવાલા અહિસધામ ખાતે જીવદયા અને અહિંસા યજ્ઞનો પ્રારંભ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રહ્યા ઉપસ્થિત
Bhuj, Kutch | Jun 27, 2026 એંન્કરવાલા અહિસધામ ખાતે શરૂ થયેલા જીવદયા અને અહિંસા યજ્ઞમાં ભાજપ પ્રદેશ મહામંત્રી તથા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહિંસા અને જીવદયાના સંદેશને સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, આગેવાનો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને સર્વજીવ પ્રત્યે કરુણાભાવ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.