ઉધના: સુરતના અલથાણ સામૂહિક આપઘાત પ્રકરણઃ દિલ્હીથી પકડાયેલા વૈભવને સરેન્ડર થવા હુકમ
Udhna, Surat | Feb 27, 2026 સુરતના વેસુમાં થયેલા સામૂહિક આપઘાતના કેસમાં આક્ષેપિત વૈભવ રૂંગટાને દિલ્હીથી દબોચી લેવાયો હતો. પોલીસે તેને દિલ્હીની સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે વૈભવને સુરતની કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. જેના કારણે હવે આગામી દિવસોમાં વૈભવ સુરતની કોર્ટમાં સરેન્ડર થયા બાદ પોલીસના કબજામાં આવે ત્યારે જ સામૂહિક આપઘાતની ચોક્કસ માહિતીઓ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.