લીંબડી: લીંબડી શહેર માં ઉત્તરાયણ ની પુર્વ સંધ્યાએ લીયાદ ગામના યુવાન ની કરપીણ હત્યા ની ઘટના થી ચકચાર મચી. પોલીસ ઘટના સ્થળે પહોંચી
લીંબડી પોલીસ સુત્રો પાસેથી સાંજે 7 વાગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી શહેર માં ઉત્તરાયણ ની પુર્વ સંધ્યા એ જુના એસટી ડેપો રોડ પર ભાડીયા કુવા સામે ઉભેલા લીયાદ ગામના યુવાન હિતેશ હેમુભાઇ સુરેલા સાથે બોલાચાલી કરી ત્રણ થી ચાર લોકો એ હુમલો કર્યો હતો એમાં છરી ના ઘા ઝીંકી હુમલા ખોરો ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હિતેશ નુ મોત થયું હતું મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.