ગોધરા: લુણાવાડાની મહિલાનો આપઘાતનો પ્રયાસ: પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લુણાવાડામાં રહેતા એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. હાલ આ મહિલાની તબિયત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા,લુણાવાડા ખાતે રહેતા મહિલાએ આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતા જ તેઓ તાત્કાલિક સોનલબેનને સારવાર અર્થે લુણાવાડાની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.