ભાવનગર શહેર: શહેરના પાનવાડી સહિતના મતદાન મથકો પર વહેલી સવારથી મતદાનનો થયો પ્રારંભ, લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 26, 2026
લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન આજે મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો મતદાન વહેલી સવારથી શરૂ થયું છે. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તાર સહિતના તમામ મતદાન મથકો પર સવારથી લોકો મતદાન કરવા પહોંચ્યા, ઉનાળાની ગરમીને લઈને તંત્ર દ્વારા સવારે 7:00 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મતદાન મથક પર લોકો પોતાનો મત દેવા પહોંચ્યા છે. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.