રાજકોટ: ગવલીવાડ વિસ્તારમાં આવેલ વોંકળામાંથી લાશ મળી આવી,ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે, વધુ તપાસ શરૂ
Rajkot, Rajkot | Sep 15, 2025 શહેરના ગવલીવાડ વિસ્તારમાં આવેલ વોંકળામાંથી આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ સર્જિલ નામના એક યુવકની લાશ મળી આવી છે. પોલીસ તપાસ દરમિયાન યુવક રાત્રિના સમયે રસ્તો પસાર કરતી વખતે અંધારામાં પડી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,આ વોંકળાનું કામ ચારથી પાંચ મહિનાથી અધૂરું છે. ત્યારે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ કામ તાકીદે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.