વઢવાણ: ચેક રીટર્ન કેસમાં આરોપીને સુરેન્દ્રનગર કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો
સુરેન્દ્રનગરના જગદીશભાઈ મનજીભાઈ રૂડાતલા એ શ્રી રામ ફાઇનાન્સ કંપનીમાંથી વાહન ખરીદવા લોન લીધી હતી જે પેટે તેમને ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા આ અંગે સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા કોર્ટે જગદીશભાઈ ને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.