ગોધરા: આરટીઓ ઇન્સ્પેક્ટરે કચેરીની કામગીરી અને નાગરિકોને મળતી સેવાઓ અંગે આપી વિગતવાર માહિતી
ગોધરા ખાતે આવેલી આરટીઓ કચેરીની આજે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ અન્ય આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા મહાનુભાવોને કચેરી ખાતે થતી વિવિધ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વાહન નોંધણી, ડ્રાઇવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, વાહન ટ્રાન્સફર સહિતની સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.