થરાદ પોલીસે ભારતમાલા હાઈવે પર ત્રણ અલગ-અલગ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્ક પર પ્રહાર કરવામાં આવ્યો છે. કુલ ₹33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.