વિજાપુર: વિજાપુર ડીવાઈન ફ્રુડ ફેક્ટરી માં પકડાયેલ પનીર નો સેમ્પલ ફેલ થતાં હવે જીલ્લા કલેકટર ની કોર્ટ માં કેસ દાખલ કરાશે
વિજાપુર ડીવાઈન ફ્રુડ ફેક્ટરી માંથી એક માસ અગાઉ નકલી પનીર ફ્રુડ વિભાગે પકડ્યું હતું. જેનો સેમ્પલ ફેલ આવતા હવે ફેકટરી ના જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જીલ્લા કલેકટર ની કોર્ટમાં કેસ દાખલ કરવા માં આવનાર છે. જેની આજરોજ મંગળવારે સાંજે ચાર કલાકે માહિતી પ્રાપ્ત થઇ હતી.પેઢી ના માલિકો સામે ફ્રુડ સેફ્ટી એક્ટ 2006 અંતર્ગત રૂપિયા 10 લાખ સુધીનો દંડની જોગવાઈ છે. આગામી દિવસોમાં જીલ્લા કલેકટર ની કોર્ટ માં કેસ ની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.