ગળતેશ્વર: સેવાલીયા પાલી ગ્રામ પંચાયત ખાતે બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા ના મુખ્ય મથક સેવાલીયા ખાતે પાલી ગ્રામ પંચાયતમાં આજે દેશના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રીટાબેન ઓઝા,ઇ.સરપંચ નિમિતભાઈ શાહ,પુનમભાઈ-સામાજિક ન્યાય સમિતિ,શાહનવાઝભાઈ એડવોકેટ,શાંતિલાલ પરમાર સામાજિક ન્યાય સમિતિ પાલી ગ્રામ પંચાયત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.