ગોધરા: LCB પોલીસે ગોલ્લાવ ગામે નાકાબંધી કરીને વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે ગાડી રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી ખાડામાં ઉતારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન ગાડીમાંથી રોયલ બ્લૂ મોલ્ટ વ્હિસ્કીના ૧૪૪૦ ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે રૂ.૨.૯૫ લાખનો દારૂ અને રૂ.૫ લાખની બોલેરો સહિત કુલ રૂ.૭.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મામલે ગ