ગોધરા: ગોધરા તાલુકાના આદરરાઠોડના મુવાડામાં વીજ કરંટથી ભેંસનું મૃત્યુ, ખુલ્લા વીજવાયરોને લઈને રહીશોમાં આક્રોશ
ગોધરા તાલુકાના આદરરાઠોડના મુવાડામાં રસ્તા પર તૂટી પડેલા જીવંત વીજ વાયરના કરંટથી એક ભેંસનું મોત નીપજ્યું છે. પશુ માલિક પરમાર પૂનમભાઈ લક્ષ્મણભાઈ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં કાંકણપુર MGVCL સબ-ડિવિઝન સામે ભારે આક્રોશ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી યોગ્ય રીતે ન કરાતી હોવાથી આવી બેદરકારીને કારણે નિર્દોષ પશુએ જીવ