છાપરા ખેડા રોડ ઉપર આવેલ નોલેજ હાઈસ્કૂલ ખાતે લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણ સાથે નોલેજ હાઇસ્કૂલના ચાર વિદ્યાર્થીઓ દ્વારા તેઓના બાળપણ, શાળાજીવન,જાહેર જીવનમાં પ્રવેશ, સમાજસેવા ના ઉદેશયો તથા વિદ્યાર્થીઓ માટેના માર્ગદર્શન સંબધિત પ્રશ્નો પૂછી સંવાદ કરાયો હતો. જેનો ધારાસભ્યશ્રી દ્વારા દરેક પ્રશ્નોનો સરળ જવાબ આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેઓના હસ્તે ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન પણ કરાયુ હતુ.