ગોધરા: ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામે જુગાર રમતા બે ઇસમો ઝડપાયા: ₹૨૧,૮૭૦નો મુદ્દામાલ જપ્ત
ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામે અંબાલી સ્કૂલ છાત્રાલય પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પાડેલા દરોડામાં પોલીસે ગુલાબસિંગ રાઠોડ અને પ્રિન્સકુમાર મકવાણાની અટકાયત કરી હતી. પોલીસે સ્થળ પરથી અંગ ઝડતી અને દાવ પરથી મળેલ ₹૧૧,૮૭૦ ની રોકડ રકમ, ₹૧૦,૦૦૦ ની કિંમતના ૨ મોબાઈલ ફોન અને ગંજી પાના મળી કુલ **₹૨૧,૮૭૦ નો મુદ્દામાલ** જપ્ત કર્યો છે. ગોધરા તાલુકા પોલીસે આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર