અંકલેશ્વર: નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કરૂણ મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચળભાઈ અમરતપુરા પાટીયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતાં જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો.