તારાપુર: તારાપૂર હાઇવે પર ફતેપુરા માર્ગ બન્યો અકસ્માત ઝોન, મોતના આંકડાઓ વધવા છતાંય તંત્ર નિષ્ક્રિય.
Tarapur, Anand | May 13, 2026 તારાપૂર હાઇવે પર ફતેપુરા માર્ગ અકસ્માત ઝોન બની ગયો છે.CNG પંપ નજીકના ફતેપુરા માર્ગ પર અકસ્માતોની ભરમાર જામી છે.વારંવાર અકસ્માતોમાં મોતના આંકડાઓ વધતા જાય છે. તેમ છતાંય તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે.સ્થાનિકોમાં હાઈવે પણ ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળ્યો છે.લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે, તેમ છતાં તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારના 'અકસ્માત ઝોન' કે સાવચેતી દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી.