ગોધરા: પંચમહાલ LCB એ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ને પરવડી ચોકડી પાસે થી ઝડપાયો
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે, પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક મહત્વની સફળતા મેળવી છે. ગોધરા તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી જીગરસિંહ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો ગુલાબસિંહ રાઠોડને LCB ની ટીમે બાતમીના આધારે દબોચી લીધો છે.