કડી: કડીના મલ્હારપુરા વિસ્તારમાં દારૂની હેરાફેરી અંગે થયેલ વિવાદમાં પિતા પુત્રએ બે ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો,ફરિયાદ નોંધાઇ
Kadi, Mahesana | Sep 14, 2025 કડી શહેરના મલ્હારપુરા વિસ્તારમાં દારૂની હેરાફેરી અંગે થયેલી વિવાદ બાદ પિતા અને તેના બે પુત્રોએ બે ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો છે.હનીફ ઉર્ફે ખીચડી મનસુરી મલ્હારપુરા હનુમાનજીના ચોક પાસે કામ અર્થે ગયો હતો.ત્યાં ફિરોજ ઉર્ફે વિડીયો કલાલ activa પર આવીને તેને દારૂની ગાડી આવે ત્યારે તું ફિલ્ડીંગ કેમ ભરે છે.તેવું કહી ઠપકો આપ્યો હતો.જોકે હનીફ આનો ઇનકાર કર્યો હતો જેથી ફિરોઝ ગુસ્સે થઈ ત્યાંથી જતો રહ્યો હતો.બાદમાં હનીફ નમાજ પઢીને તેનું એક્સેસ લઈ ઘરે જતો હતો.