ખંભાત: કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની અંગે સર્વે કરવા અને વળતર ચૂકવવા બાબતે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી.
Khambhat, Anand | Oct 31, 2025 તાજેતરમા થયેલ કમોસમી વરસાદના કારણે ખંભાત પંથકમાં તૈયાર પાકને નુકશાન થયું હતું. જેના દ્રશ્યો સામે આવ્યા હતા.કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વર્ષભરની મહેનત કરીને તૈયાર કરવામાં આવેલ પાક પાણીમાં ગયો છે.ખેડૂતોને આર્થિક નુકશાન પણ થયેલ છે.જે અંગે ખંભાત વિધાનસભાંના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ગાંધીનગર ખાતે પાક નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને વળતર મળે તે માટે મુખ્યમંત્રી સહીતના મંત્રીઓને રજુઆત કરી હતી.