ગોધરા: મધ્યપ્રદેશના કઠીવાડા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી ગોધરા તાલુકા પોલીસ દ્વારા મેરપ ગામેથી ઝડપી પડાયો
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરીને ફરાર થયેલા વોન્ટેડ આરોપી શૈલેષ જીતુજીને ગોધરા તાલુકા પોલીસએ ઝડપી પાડ્યો. પંચમહાલ પોલીસના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ. વાય. પટેલના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોડે ખાનગી બાતમીના આધારે મેરપ ગામના જંગલ વિસ્તારમાં દરોડો પાડ્યો. મધ્યપ્રદેશ પોલીસ સાથેની સંયુક્ત કામગીરીમાં આરોપી ઝડપાયો. પુછપરછમાં ગુનામાં સંડોવણી સાબિત થતા તેને કાનૂની કાર્યવાહી માટે કઠીવાડા પોલીસને સોંપવામાં આવ્યો.