ભુજ: ગુરુદ્વારામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યા દર્શન
Bhuj, Kutch | Jun 27, 2026 કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મુંદ્રા સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગુરુદ્વારામાં માથું ટેકીને સર્વના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગુરુદ્વારાના સંચાલકો અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ સાંસદ વિનોદભાઈ ચાવડાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે ગુરુદ્વારાની પરંપરા અને સેવા પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી.