ગોધરા: ગોધરા શહેરમાં ધાનકવાડ વિસ્તારમાંથી જુગાર રમતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
ગોધરા શહેર એ.ડીવીઝન પોલીસે બાતમીના આધારે ધાનકવાડ વિસ્તારની ખુલ્લી જગ્યામાં રેડ પાડીને જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખ્સોમાં અશોકકુમાર દંતાણી, સુરેશભાઈ ભોઈ, દિપકભાઈ મારવાડી, લાલુભાઈ ભોઈ અને કિરણભાઈ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગ ઝડતી અને જુગારના પટમાંથી કુલ ₹૧,૯૨૦ની રોકડ રકમ તથા ગંજીપાનાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે તમામ સામે ગોધરા ટાઉન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા