ગોધરા: ગોધરામાં જાહેરનામાનો ભંગ કરીને મકાનમાલિકે આઈડી પ્રૂફ વગર પરપ્રાંતીયને ભાડે રાખતા પોલીસ ગુનો દાખલ
ગોધરા શહેરમાં સુરક્ષાના હેતુથી બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક મકાનમાલિક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. મકાનમાલિકે કોઈપણ પ્રકારના આઈડી પ્રૂફ મેળવ્યા વિના કે પોલીસને જાણ કર્યા વિના એક પરપ્રાંતીય વ્યક્તિને મકાન ભાડે આપ્યું હતું.આ ઘટના અંકુર સ્કૂલ રોડ પર આવેલા મકાન નંબર ૪૧ માં સામે આવી છે, જેના માલિક આશીષભાઈ સુરેશચંદ્ર રાણા છે. નિયમ મુજબ ભાડુઆતની ઓળખના પુરાવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા અનિવાર્ય હોવા છતાં મકાનમા