અમદાવાદ શહેર: ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ભજીયા તળી, બૂટ પોલિશ કરી વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે, જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ, કોંગ્રેસની વિધાર્થી પાંખ NSUI દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને બેરોજગારી દિવસ તરીકે ઊજવ્યો. NSUIના કાર્યકરોએ ભજીયા તળી, બૂટ પોલિશ કરીને રસ્તો રોકી વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાંથી NSUIના કાર્યકરોએ ચાલતા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.