ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર નંદી વચ્ચે આવતા એક પેસેન્જર રીક્ષાનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલકને પગમાં ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષા ચાલક ભાભર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક કાળા રંગનો નંદી રોડ પર આવી ગયો હતો. રીક્ષા નંદી સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.