ચુડા: લાલિયાદ ના યુવાને સાળાઓ વિરૂદ્ધ અરજી કરવા છતાં ચુડા પોલીસે કોઈ પગલાં ન લેતા લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતા હાલત નાજુક
ચુડા પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડા ના લાલિયાદ ગામના અલ્પેશ ભુપતભાઈ બાંભણીયા ને તેમના ઘરે આવી તેમના પર બરવાળા ગામે રહેતા તેના સાળાઓ અમન અને ગૌતમ બાવળીયા એ હુમલો કરી માર માર્યા અરજી ચુડા પોલીસ સ્ટેશને કર્યા ને અઠવાડિયુ થયું છતાં કોઈ કાર્યવાહી ન થતા લાગી આવતા અલ્પેશે કપાસ મા છાંટવાની ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવા નો પ્રયત્ન કરતા તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો. ચુડા પોલીસે વિગતો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.