શિનોર: આનંદી ગામે આવેલ શ્રી બી.એલ.પટેલ શારદા વિનય મંદિર સ્કુલ કમ્પાઉન્ડમાં વરસાદમાં પડી રહેલી સાઇકલોમાં કાટ લાગતાં નુકશાન.
Sinor, Vadodara | Jul 14, 2024 ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ડભોઇ અને શિનોર તાલુકામાં 1315 જેટલી સાઇકલો ફાળવી છે.આ તમામ સાઇકલો શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શ્રી બી.એલ.પટેલ શારદા વિનય મંદિર સ્કુલ કમ્પાઉન્ડ ની ખુલ્લી જગ્યામાં વરસાદમાં મૂકી રાખવામાં આવી છે.જ્યાં વરસાદી પાણી ભરાયાં છે.જેને લઇને કેટલીક સાઇકલોમાં કાટ પણ આવી ગયો છે.ત્યારે તેની જવાબદારી નક્કી કરી કસુરદારો સામે પગલાં ભરાય તે પણ જરૂરી બનવા પામ્યું છે.