એમ.કે.ગાંધી સરકારી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં 23 શિક્ષકોની નિમણૂક કરાઈ
Porabandar City, Porbandar | Oct 4, 2025
1140 બાળકોની સંખ્યા ધરાવતી પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી   અંગ્રેજી માધ્યમ ની માધ્યમિક  શાળામાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો ન હતા. 32 શિક્ષકની જોગવાઈની સામે ફક્ત 9 જ કાયમી શિક્ષકો કાર્યરત હતા. અન્ય ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ફરજ સોંપી હતી.આજે તમામ ૨૩ શિક્ષકો ની નિમણુક કરી દેવાઈ છે