કડી: કડી સિવિલ કોર્ટની સામે આવેલ જોગણી માતાના મંદિર ખાતે સમસ્ત કડી પટણી દેવીપુજક સમાજ દ્વારા સમાજ સુધારા માટે બેઠક યોજાઈ
Kadi, Mahesana | Sep 18, 2025 આજે 18 સપ્ટેમ્બર ના રોજ સાંજે યોજાયેલ આ બેઠકમાં સમસ્ત કડી પટણી દેવીપુજક સમાજ દ્વારા સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અંગેની બેઠક યોજાઈ હતી.આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ પ્રમુખ અને આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં કડી પટણી દેવીપુજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કડી દેવીપુજક સમાજના પ્રમુખ દ્વારા જણવામાં આવ્યું હતું કે,પટણી દેવીપુજક સમાજમાં કેટલાક કુરિવાજો,અંધશ્રદ્ધા વગેરે દૂર કરવા આ બેઠક યોજાઈ હતી.