મોડાસા: જિલ્લા કોર્ટ પાસેની ડમ્પિંગ સાઇડ નો કચરો રોડ પર જોવા મળતા પાલિકાની બેદરકારી સામે કોંગ્રેસનો વિરોધ
અરવલ્લી જિલ્લા કોર્ટ પાસેની ડમ્પિંગ સાઇડ નો કચરો રોડ પર જોવા મળતા આજરોજ બુધવાર બપોરે એ કલાકે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કાર્યકરોએ સ્થળ પર જઈ મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો.ડમ્પિંગ સાઇડ નો રોડ પરનો કચરો તાત્કાલિક નહીં હટાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.