કડી: કડી શહેરના કલોલ દરવાજા મલ્લીવાસ માંથી ગંજીપાના નો જુગાર રમતા 15 ઈસમોને કુલ રૂ.27800 ના મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યા
Kadi, Mahesana | Oct 23, 2025 આજે 23 ઓક્ટોબર ના રોજ સાંજના સમયે કડી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન સરદારબાગ ના નાકે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી શહેરના કલોલ દરવાજા પાસે આવેલ મલ્લીવાસમાં ખુલ્લામાં કેટલા ઈસમો પૈસાથી ગંજીપાના નો હારજીતનો જુગાર રમી રમાડે છે.જે હકીકતને આધારે સદરી જગ્યાએ કડી પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરતા કુલ 15 ઈસમોને કુલ રૂપિયા 27800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતા.