બાબરા: શિરવાણીયા ગામે નજીવી બાબતે કાકા-ભત્રીજા પર હુમલો — બને થયા ઈજાગ્રસ્ત, સારવાર અર્થે ખસેડાયા
Babra, Amreli | Nov 2, 2025 બાબરા તાલુકાના શિરવાણીયા ગામે નજીવી બાબતે વિવાદ વધતાં કાકા-ભત્રીજા પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં મહેશભાઈ અને રણજીતભાઈને ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં પાંચ શખ્સો સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. પોલીસે ગુનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.