'હાય-હાય' વિરુદ્ધ 'જય શ્રી રામ'
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અલવા નાકા ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો મતદાન માટેની અપીલ કરવા તે વિસ્તારમાં પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ ભેગા મળીને તેમનો વિરોધ કર્યો હતો અને "હાય-હાય"ના નારા લગાવી હુરિયો બોલાવ્યો હતો.સામે પક્ષે ભાજપના કાર્યકરો દ્વારા પણ "જય શ્રી રામ"ના નારા લગાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા અને સ્થાનિકોનો વધતો રોષ પારખીને ભાજપના કાર્યકરો ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું.
#factfindernews #vadodara #manjalpurelection #BJPgujarat #congrass