ગોધરા: મંત્રી રમેશભાઈ કટારાના નિવેદનથી શિક્ષકોમાં ભારે રોષ, જાહેરમાં માફી માંગવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ઉગ્ર માંગ
મંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ નિવેદનને શિક્ષકોના માન-સન્માનને ઠેસ પહોંચાડનારું ગણાવીને મંત્રી પાસે તે તાત્કાલિક પાછું ખેંચવાની અને જાહેરમાં માફી માંગવાની ઉગ્ર માંગ કરી છે. મહાસંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શિક્ષકોના સ્વાભિમાન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં