તારાપુર: નગરાથી મોતીપુરા માર્ગ પર બે બાઈક સામસામે અથડાતા અકસ્માત, ઇજાગ્રસ્ત 3 યુવકો પૈકી 1 યુવકનું મોત
Tarapur, Anand | Oct 12, 2026 નગરાથી મોતીપુરા માર્ગ પર બે બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ યુવકો પૈકી વડોદરા હોસ્પિટલમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.ત્રણેવ યુવકોને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કિરણભાઈ રાજુભાઈ ઝાલા મકવાણાનું મોત થયાનું જાણવા મળ્યું છે.જો કે બંને પક્ષના સગા સબંધીઓ હોવાની જાણ થતા સમાધાન થયું છે. આ મામલે મૃતક યુવકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવી નથી.