ગોધરા: પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા રાજસ્થાનના પરિવારને ગોધરા નજીક અકસ્માત નડ્યો, 4 ઈજાગ્રસ્ત
પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા રાજસ્થાનના પરિવારને ગોધરા નજીક અકસ્માત નડ્યો છે. વડોદરા-શામળાજી હાઈવે પર દયાલ કાકડા ગામ પાસે કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા, કાર રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાંસવાડાનો પરિવાર પાવાગઢ ખાતે દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન ગોધરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેરીંગ પરનો