ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર મુકાઈ, જ્યારે સુરત ખાતે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી બાદ ભાવનગરની પોસ્ટ ઓફિસને પણ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. જોકે બૉમ્બ સ્કોડ દ્વારા સંપૂર્ણ ચેકીંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુઓ નહી મળી આવતા તંત્રએ રાહત અનુભવી હતી.