ખંભાત: કાણીસા ગામના ખેતરમાં ચાર કાપી રહેલા વૃદ્ધનું રખડતા પાડાના હુમલાથી મોત.
ખંભાત તાલુકાના કાણીસા ગામે સોમપુરાના ટોચ વિસ્તારમાં ખેતરમાં ચાર કાપતા એક વૃદ્ધાનું રખડતા પશુના હુમલાથી મોત થયું છે.55 વર્ષીય દિનેશભાઈ ચંદુભાઈ રાજપૂત કાણીસા ગામની સીમમાં વિસ્તારમાં ખેતરમાં ચાર કાપતા હતા ત્યારે ગામના રખડતા પાડાએ હુમલા કરી ઈજાઓ પહોંચાડી હતી.જેને કારણે તેમનું મોત થયું હતું.ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબ્જે લઈ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પી.એમ બાદ મૃતદેહને સોંપવામાં આવ્યો હતો.