ગોધરા: ગોધરા શહેરના વેજલપુર રોડ પર ધાબા પરથી પડી જતાં યુવકનું મૃત્યુ: વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
ગોધરાના કોઠી સ્ટીલ પાસે રહેતા ૩૩ વર્ષીય યુવક હિરેન્દ્ર સુરેશભાઈ પાસવાન ગત ૨૦ જૂનની રાત્રે ધાબા પરથી અચાનક નીચે પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર દરમિયાન ૨૨ જૂનની રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનની જાહેરાતના આધારે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડી નોંધ