એરથાન ગામે બ્લોક નંબર 14 માં તળાવ તથા બ્લોક નંબર 13 માં ગૌચર જમીન આવેલ છે. સુજલામ સુફલામ યોજના હેઠળ આ વિસ્તારોમાં તે સમયમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે ખોદકામ દરમિયાન જરૂરી મંજૂરી, સત્તાવાર પ્રમાણપત્રો તથા ભૂસ્તર વિભાગ દ્વારા મેળવવામાં આવતી રોયલ્ટી જેવી પ્રક્રિયાઓની યોગ્ય રીતે પાલના ન થઈ હોવાનો આરોપ સ્થાનિક જાગૃત નાગરિકોએ લગાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સુજલામ સુફલામ યોજના હેઠળ મંજૂરી કરતાં પણ ઘણા ગણો વધારે માટી ખોદવામાં આવી.